આ શાકભાજીની છાલ હોય છે સૌથી પાવરફૂલ! ખાવાથી શરીરમાં આવે છે ગજબની તાકાત

લોકો ઘણાં શાકને છાલ કાઢીને જ બનાવવાનું પસંદ કરતા હોય છે. લોકોને છાલ વિનના શાક ખાવાનું વધારે પસંદ હોય છે. પણ છાલ સાથે શાક ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.

આ શાકભાજીની છાલ હોય છે સૌથી પાવરફૂલ! ખાવાથી શરીરમાં આવે છે ગજબની તાકાત

નવી દિલ્લીઃ ઘણીવાર તમે ખાવામાં વિવિધ શાક ખાતા હશો. ત્યારે મોટે ભાગે લોકો શાકની છાલ કાઢી નાંખે છે. શાકની છાલ કાઢીને શાક બનાવવામાં આવતા હોય છે. જોકે, કેટલાંક શાક એવા છે જેને છાલ સાથે બનાવીને જો તેનું સેવન કરવામાં આવે તો તેમા ભરપુર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. છાલની સાથે શાકભાજી ની ખોરાક તરીકે લેવી તમને થોડું  વિચિત્ર લાગી શકે છે. પણ અમુક શાકભાજી ની છાલમાં ભરપૂર પોષણ હોય છે.

આ શાકભાજી ની છાલ સાથે તમે રસોઇ બનાવો છો તો તમને જરૂર ફાયદો થશે. શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. અને શાકભાજી ની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.

બટાટા-
બટાટાની છાલ માં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ના તત્વો હોય છે. જેથી ચયાપચન ની ક્રિયામાં વધારો થાય છે. અને તમારું બ્લડ સુગર પણ નિયંત્રિત માં રહે છે. જો તમે આની છાલ ઉતારીને તેની રસોઈ બનાવે છે તો તમને પૂરતું પોષણ મળતું નથી.

કોળુ ( PUMPKIN)-
કોળુ નુ શાક બનાવતા સમયે શાક ની છાલ ને ક્યારેય પણ કાઢો નહીં. આ શાકની છાલને કાઢવાથી આર્યન, વિટામિન-A,પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. જે શરીર માટે ખૂબ જરૂરી હોય છે.
 
ટામેટા-
ટામેટા નો ઉપયોગ વધારે પડતો શાક માં નાખવા માટે થતો હોય છે. એની છાલમાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે. જેથી શાક ની રસોઈ બનાવતા સમયે તેની છાલને ઉતારવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ.
 
કાકડી-
કાકડી ની છાલ ને કાઢવાથી 50 ટકા જેટલુ પોષણ ઘણી જાય છે. તમે તેનો ઉપયોગ સલાડ ને બનાવતી વખતે કરો ત્યારે છાલને ક્યારેય પણ કાઢો નહીં. જેથી તેના સ્વાદ પર તેનો કોઈ ફરક પડશે નહીં. અને તેમને તેનું સંપૂર્ણ પોષણ મળી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news